વડોદરામાં 31 જૂલાઈના રોજ વરસેલા ભારે વરસાદના કારણે વડોદરા પાણી પાણી થઈ ગયું હતુ. કેટલીક જગ્યા પર પાણી ભરાવાના કારણે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતુ. પાણીની સાથે વડોદરાના લોકો પર મગરોનું સંકટ પણ વધ્યું હતુ. વિશ્વામીત્રી નદી બે કાંઠે વહેવાના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને નદીમાં રહેલી મગરો પણ પાણીના વહેણમાં તણાઈને લોકોની સોસયટીઓમાં ઘૂસી હતી. વરસાદ ઓછો થતા પાણી ઓસર્યા હતા અને ત્યારબાદ તંત્ર દ્વારા વડોદરાની સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
પૂર દરમિયાન આ વિસ્તારમાં 200 જેટલા મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેના કારણે કેટલાક પરિવાર રસ્તા પર રહેતા હતા તો કેટલાક પરિવારને શાળાઓમાં આશરો આપવામાં આવ્યો હતો. પૂરના પાણી ઓસર્યા પછી આ લોકો તેમના ઘરે પરત રહેવા ગયા હતા પરંતુ ભારે વરસાદના કારણે તમામ લોકોને ફરીથી પોતાના ઘર છોડવાની સુચના આપવામાં આવી હતી. જેથી આ લોકો ફરીથી રસ્તા પર રહેવા માટે મજબૂર બન્યા છે.