મધ્યપ્રદેશની જેમ જ ઉત્તરપ્રદેશ પણ લવ જેહાદ રોકવા કડક કાયદો ઘડવા જઇ રહ્યું છે. ગૃહ વિભાગે દરખાસ્ત તૈયાર કરીને ન્યાય અને કાયદા વિભાગને મોકલી છે. દરખાસ્તમાં જણાવ્યા મુજબ લવ જેહાદના કેસમાં બિનજામીનપાત્ર કલમો હેઠળ કેસ દાખલ થશે અને દોષિત માલૂમ પડશે તો પાંચ વર્ષ સુધીની કડક સજા થશે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કાનપુર, બાગપત, મેરઠ સહિત ઉત્તરપ્રદેશમાં લવ જેહાદની ઘટનાઓ પછી ગૃહ વિભાગ પાસેથી આ મુદ્દે અહેવાલ માંગ્યો હતો. કાયદાના મુસદ્દાની સમીક્ષા થયા પછી એને કેબિનેટ સમક્ષ મુકાશે. ઉત્તરપ્રદેશના કાયદા કમિશનના વડા આદિત્યનાથ મિત્તલના જણાવ્યા મુજબ ધર્મપરિવર્તન માટે લોકોને લગ્ન અને નોકરીની લાલચ અપાય છે. કાયદા હેઠળ કોઇ દોષિત માલૂમ પડશે તો તેને એકથી પાંચ વર્ષની સજા અપાઇ શકે છે. જો કોઇ પોતાની મરજીથી લગ્ન માટે ધર્મપરિવર્તન કરવા ઇચ્છતું હોય તો તેને એક મહિલા પહેલાં કલેક્ટરને અરજી આપવી પડશે.