દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં પહેલા તબક્કામાં ગુરુવારે ૧૧ જિલ્લામાં ૫૮ બેઠકો પર ૬૦ ટકાથી વધુ મતદાન થયું હતું, જે છેલ્લી ચૂંટણીની સરખામણીમાં ૩.૩૩ ટકા ઓછું હતું. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, ૨૦૧૭માં પહેલા તબક્કામાં ૬૩.૫ ટકા મતદાન થયું હતું. દરમિયાન લોકોને મતદાનની અપીલ કરનારા સપાના સાથી પક્ષ અને રાષ્ટ્રીય લોકદળના નેતા જયંત ચૌધરી પોતે મતદાન કરી શક્યા નહોતા. તેમનું મતદાન ક્ષેત્ર મથુરા હતું, જ્યારે તેઓ બીજા તબક્કાના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા.