ઉત્તર પ્રદેશના બુંદેલખંડમાં ચૂંટણીમાં દેવામાફીના વાયદામાં ફસાયેલા લોકો હવે મુશ્કેલીમાં મુકાયા છે. દેવામાફીના વાયદા સાંભળીને બુંદેલખંડના ખેડૂતોએ સહકારી બેંકો પાસેથી લીધેલું દેવું પરત કર્યુ ન હતું. ખેડૂતોને આશા હતી કે તેમની લોન માફ થઇ જશે.
હવે ઉત્તર પ્રદેશ સરકારે સહકારી ગ્રામીણ બેંક તરફથી આપવામાં આવેલા દેવાને વસૂલી સુનિશ્ચિત કરવાનો આદેશ આપી દીધો છે. યોગી સરકારે તે માટે અધિકારીઓની એક ટીમ બનાવી છે, જે સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આપવામાં આવેલા દેવાની વસૂલી માટે કામ કરશે. આના હેઠળ દેવું ન ચૂકવી શકનારા ડિફોલ્ટર્સ ખેડૂતોની સંપત્તિ જપ્ત કરી લેવાશે અને જપ્તિ કર્યા બાદ તેને નીલામ કરી દેવામાં આવશે.