ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે પાટનગર લખનઉ આવેલા મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) સુશીલ ચંદ્રાએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશમાં નિયત સમયે જ ચૂંટણી યોજાશે. બધા જ રાજકીય પક્ષો કોરોના પ્રોટોકોલનું પાલન કરવાની સાથે સમયસર ચૂંટણી પૂરી કરવાની તરફેણ કરી રહ્યા છે. વધુમાં ચૂંટણી પંચ મતદાન કરવા કેન્દ્ર પર આવી નહીં શકતા ૮૦ વર્ષથી વધુ વયના લોકો, વિકલાંગ વ્યક્તિઓ અને કોરોનાથી સંક્રમિત લોકોના ઘર સુધી પહોંચશે અને તેમના મતદાનની ખાતરી કરશે.