લગ્નના આનંદ ઉલ્લાસને બદલે થઈ ભારે રોકકળ, કૂવામાં ખાબકતા 13 યુવતિ-મહિલાઓ ડૂબી
ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં બુધવારે મોડી સાંજે એક મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 13 મહિલાઓ અને યુવતીઓનાં મોત થયાં હતાં. જિલ્લાના નૌરંગિયા પોલીસ સ્ટેશન હેઠળના નૌરંગિયા ગામમાં લગ્ન સમારોહના ભાગરૂપે મોટી સંખ્યામાં મહિલાઓ અને છોકરીઓ એક વિધિ માટે કૂવા પાસે એકત્ર થઈ હતી. એકાએક કૂવાનો સ્લેબ તૂટતા 22 મહિલાઓ, બાળકીઓ કૂવામાં પડી ગઇ હતી. સ્થાનિક પોલીસે ગ્રામજનોની મદદથી 9ને બચાવ્યા, પરંતુ આ અકસ્માતમાં 13 લોકોના મોત નીપજ્યા છે. આ અકસ્માતને કારણે લગ્નજીની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી. આ અંગે પીએમ મોદીએ પણ ટ્વિટ કરીને પોતાનું દુખ વ્યક્ત કર્યુ છે.