રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગંભીર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજે અકસ્માતની વધુ બે ઘટના બની છે. જેમાં કુલ 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. પહેલી ઘટનામાં દાહોદના ગરબાડા-અલીરાજપુર હાઇવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં 6 લોકોના મોત થયા છે જ્યારે બીજી ઘટના સુરેન્દ્રનગર લખતર હાઇવે પર બની હતી જેમાં ત્રણ લોકોના મોત થયા છે.