યુ.એસ. ફેડરલ દ્વારા વ્યાજ દર વધારાને બ્રેક મારવા સાથે આગામી વર્ષે તેમાં ઘટાડો કરવાના સંકેત પાછળ વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ નીકળેલી નવી લેવાલી પાછળ બીએસઇ સેન્સેક્સ આજે પ્રથમ વખત જ ૭૧,૦૦૦ની મહત્ત્વની સપાટી કૂદાવી ગયો હતો. છેલ્લા ત્રણ દિવસમાં બજારમાં ઉદ્ભવેલ તેજીના પગલે સેન્સેક્સમાં ૧૯૩૩ પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે. તો બીજી તરફ ત્રણ દિવસમાં રોકાણકારોની સંપત્તિમા રૂ. ૮ લાખ કરોડનો નોંધપાત્ર વધારો થયો છે.