કોરોના વાયરસના કેસ દુનિયામાં તેજીથી વધી રહ્યા છે, અમેરિકામાં સૌથી ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે. અહીં 80 હજારથી વધુ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 13.47 લાખથી વધુ કોરોનાનાં કેસ નોંધાયા છે. આ વચ્ચે અમેરિકીના ઘણાં શહેરોમાં લોકડાઉન તોડવા અને સોશિયલ ડિસ્ટેસિંગ નહી ન જાળવવાના સમાચાર આવતા રહેતા હોય છે. તો હવે અમેરિકાના ઘણા અધિકારી ‘કોરોના પાર્ટી’ને લઈને ચિંતામાં પડી ગયા છે.
મીડિયા રિપોર્ટ મુજબ, વૉશિંગ્ટનના વાલ્લા-વાલ્લા કાઉન્ટીના અધિકારીઓએ જાણકારી આપી છે કે, વિસ્તારાં કોરોનાના 100 એવા કેસો સામે આવ્યા છે, જે કોરોના પાર્ટીના કારણે જ ફેલાયા છે. પાર્ટીમાં લોકોએ જાણી જોઈને કોરોના વાઈરસનો ચેપ ફેલાવ્યો છે.
આ અંગે વૉશિંગ્ટનના હેલ્થ સેક્રેટરી જૉન વીસમૈને જણાવ્યું કે, મહામારી વચ્ચે લોકોનું એકઠા થવુ જોખમી છે. જેનાથી લોકોના હોસ્પિટલમાં દાખલ થવાની આશંકા વધી જાય છે અને મોત પણ થઈ શકે છે. લાંબા સમય બાદ આપણા શરીર પર આ વાઈરસની શું અસર થશે? હાલ તેના વિશે કોઈ જાણકારી નથી.
ગત મહિને અમેરિકાના શિકાગોમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાવતી એક પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ પાર્ટી માટે એક જ ઘરમાં અનેક લોકો એકઠા થયા હતા. પાર્ટીમાં સામેલ થયેલા યુવાને ખુદ આ અંગેનો વીડિયો પણ અપલોડ કર્યો હતો.
કોરોના વાઈરસના નામ પર યોજાનારી પાર્ટીઓમાં જે લોકો સંક્રમિત નથી, તેવા લોકો પોઝિટિવ દર્દીઓની સાથે બેસે છે, જેથી તેમને પણ ચેપ લાગે. હેલ્થ સેક્રેટરી જૉન વીસમેને વધુમાં જણાવ્યું કે, આ પ્રકારના વર્તનથી પોઝિટિવ કેસોની સંખ્યા ઘણી વધી જશે અને વૉશિંગ્ટનમાંથી લૉકડાઉન હટાવવામાં પણ વિલંબ થશે.
વાલ્લા-વાલ્લા કાઉન્ટીના કોમ્યુનિટી હેલ્થ ડિરેક્ટર મેઘન ડિબોલ્ટનું કહેવું છે કે, કૉન્ટેક્ટ ટ્રેસિંગથી જાણ થઈ છે કે, અનેક સંક્રમિત લોકો પાર્ટીમાં પોઝિટિવ થવાના ઉદ્દેશ્ય સાથે સામેલ થયા હતા. અમને જાણ નથી કે, આવી પાર્ટીઓ ક્યારે થઈ રહી છે? અચાનક કેસો વધ્યા બાદ અમને તેમના દ્વારા જાણવા મળે છે.