રંગીલા રાજકોટ શહેરમાં વધતી જતી વસ્તીની સાથોસાથ વાહનોની સંખ્યા પણ ખૂબ વધી ગઇ છે. વર્તમાન રસ્તાઓની પહોળાઇ સામે ટ્રાફિકની ગીચતા વધુ રહે છે. અમુક માર્ગો પહોળા અને પાક્કા બનાવવામાં આવ્યા છે પરંતુ આમ છતાં ટ્રાફિક સમસ્યા ઉભી રહે છે. શહેરમાં અમુક તીવ્ર ગતિવાળા પાવરફુલ વાહનોની સંખ્યા પણ ખૂબ વધી ગઇ છે. યુવા વર્ગમાં વાહનો સ્પીડમાં ચલાવવાનો ક્રેઝ વધ્યો છે અને તેઓ વધુ ગતિથી વાહનો ચલાવતાં રહે છે. આ કારણે અકસ્માતો સર્જાય છે અને લોકોના જાનમાલને નુકસાન પહોંચે છે.
આ બાબતોને ધ્યાને રાખી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે હવે સમગ્ર શહેરમાં વાહનો માટે સ્પીડ લિમીટ નક્કી કરી છે. નક્કી થયેલી સ્પીડ લિમીટ કરતાં વધુ ઝડપથી વાહન ચલાવનારા સામે કાયદેસરની કાર્યવાહી થશે. પોલીસ કમિશનરશ મનોજ અગ્રવાલે જાહેરનામા દ્વારા જણાવ્યું છે કે, મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ની કલમ ૧૧ (૨) અન્વયે મળેલી સત્તા અંતર્ગત શહેર પોલીસ કમિશનરેટ એરિયામાં તથા મહાનગર પાલિકા વિસ્તારમાં જે તે વાહનોની ગતિ મર્યાદા ઉપર વાજબી નિયંત્રણ મુકવાનો નિર્ણય કર્યો છે. પોલીસ પાસે સ્પીડ લિમીટ પામવા માટેના અમુક સાધનો છે તેનો ઉપયોગ કરવામાં આવશે. તેમજ સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ કરાશે.