મહિલા આયોગને 2021ના વર્ષમાં 31000 ફરિયાદો મળી હતી .જે 2014 પછી સૌથી વધારે છે.આ પૈકીના અડધા કેસ યુપીના છે.
મહિલા આયોગના આંકડા પ્રમાણે 31000 જેટલી ફરિયાદોમાંથી 11000 જેટલી ફરિયાદો મહિલાઓના સન્માન સાથે જીવવાના અધિકાર સાથે જોડાયેલી હતી.એ પછી 6600 જેટલી ફરિયાદો ઘરેલુ હિંસાને લગતી મળી હતી.4500 જેટલી ફરિયાદો દહેજના કારણે મહિલાઓને અપાઈ રહેલા ત્રાસને લગતી હતી.જ્યારે મહિલાઓની છેડછાડની 1819, રેપ અને રેપના પ્રયાસની 1675 તેમજ મહિલાઓ પ્રત્યે પોલીસની ઉપેક્ષાની 1537 ફરિયાદો આયોગને મળી હતી.
રાજ્ય પ્રમાણે જોવામાં આવે તો ફરિયાદોના આંકડા આ પ્રમાણે છે
યુપી 15828
દિલ્હી 3366
મહારાષ્ટ્ર 1504
હરિયાણા 1460
બિહાર 1456
આયોગના પ્રમુખ રેખા શર્માનુ કહેવુ છે કે, મહિલા આયોગને વધારે ફરિયાદો મળી રહી છે તેનુ એક કારણ એ પણ છે કે, મહિલા આયોગ અંગે મહિલાઓને અમે વધારે જાગૃત કરી રહ્યા છે.તેમની ફરિયાદો નોંધવા માટે અમે 24 કલાક કાર્યરત હેલ્પ લાઈન પણ શરુ કરી છે.
આયોગને જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન દર મહિને 3100થી વધારે ફરિયાદો મળી હતી.