અમેરિકી સંસદની પ્રતિનિધિ સભાએ રોજગાર આધારિત ગ્રીન કાર્ડ પરની દેશ આધારિત મર્યાદાને દૂર કરતા ખરડાને ભારે બહુમતીથી પસાર કરી દીધો હતો. દેશ આધારિત મર્યાદાના કારણે ઉચ્ચ કૌશલ્ય ધરાવતા હજારો ભારતીયોને ગ્રીન કાર્ડ માટે ૧૦૦ કરતાં વધુ વર્ષ રાહ જોવી પડતી. અમેરિકાના રિપબ્લિક સાંસદ માઈક લી અને કમલા હેરિસે આ ખરડો સંસદમાં રજૂ કર્યો હતો. ૪૩૫ સાંસદોની પ્રતિનિધિ સભામાં ૩૬૫ વિરુદ્ધ ૬૫ મતથી ફેરનેસ ફોર હાઇસ્કિલ્ડ ઇમિગ્રેશન એક્ટ ૨૦૧૯ અથવા તો એચઆર ૧૦૪૪ પસાર કરાયો હતો. ભારતથી અમેરિકામાં નોકરી કરવા આવેલા એચ-વનબી વિઝાધારકો અથવા તો અમેરિકામાં અભ્યાસ કરીને એચ-વનબી વિઝા પ્રાપ્ત કરનારા ભારતીય કુશળ કામદારોને દેશ આધારિત ગ્રીન કાર્ડની મર્યાદાના કારણે વિકટ સ્થિતિનો સામનો કરવો પડતો હતો.