એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુરુવારે સાંજે દિલ્હીના એક્સાઈઝ પોલિસી કેસ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. ઈડીની ટીમ ગઈકાલે સાંજે કેજરીવાલના ઘરે પહોંચી હતી. લગભગ બે કલાકની પૂછપરછ અને તેમના નિવાસસ્થાને સર્ચ કર્યા બાદ EDએ કેજરીવાલની ધરપકડ કરી હતી. પીએમએલએ કોર્ટમાં કેજરીવાલ કેસની સુનાવણી થોડા સમયમાં થશે. ત્યારે ધરપકડ વિરુદ્ધ કેજરીવાલની અરજી પર પણ બપોરે 2.30 વાગ્યાની આસપાસ સુપ્રીમ કોર્ટની વિશેષ બેન્ચ સમક્ષ સુનાવણી થવાની હતી. પરંતુ કેજરીવાલે પોતાની અરજી પાછી ખેંચી લીધી છે