સરકાર દ્વારા ૧૦ સરકારી બેન્કોના મર્જરની જાહેરાત, એપ્રિલ-જૂનના ત્રિમાસિકમાં જીડીપીનો વૃદ્ધિદર ૬ વર્ષની નીચી સપાટી પર પહોંચ્યાના આંકડા, ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં થઈ રહેલા સતત ધોવાણ અને અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરના કારણે મંગળવારે મુંબઈ શેરબજારના સૂચકાંક સેન્સેક્સમાં ૭૭૦ અંક અને નેશનલ સ્ટોક એક્સ્ચેન્જના સૂચકાંક નિફ્ટીમાં ૨૨૫ અંકનો કડાકો બોલી ગયો હતો. દેશના કોર સેક્ટરોમાં ઘટેલા ઉત્પાદનના દર, ઓટો સેક્ટરમાં પ્રવર્તી રહેલી મંદી જેવા પરિબળોની સીધી અસર કારોબારના પહેલા દિવસે શેરબજારોમાં જોવા મળી હતી.