દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક મહોત્સવની શરૂઆત 19 એપ્રિલે થઈ ચૂકી હતી. આજે લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થયું. આજે બીજા તબક્કામાં 60.96 ટકા મતદાન થયું છે. બીજા તબક્કામાં 13 રાજ્યોની 88 બેઠકો પર મતદારોએ મતદાન કર્યું. આજે કેરળની તમામ 20 બેઠકો ઉપરાંત કર્ણાટકની 14, રાજસ્થાનની 13, મહારાષ્ટ્રની 8, ઉત્તર પ્રદેશની 8, મધ્ય પ્રદેશની 6, આસામની 5, બિહારની 5, છત્તીસગઢની 3, પશ્ચિમ બંગાળની 3, મણિપુરની 1, ત્રિપુરાની 1 અને જમ્મુ-કાશ્મીરની 1 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી.