હવામાન ખાતાની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવ્યો છે. આ સાથે જ ગુજરાતમાં ચોમાસું (gujarat rain) ફરીથી એક્ટિવ થયું છે. ગુજરાતમાં વરસાદના બીજી ઈનિંગની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 156 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ રાજકોટના ધોરાજીમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે.
આહવા ડાંગ અને વલસાડના ધરમપુરમાં 3 ઇંચ કરતા વધારે વરસાદ (monsoon update) નોંધાયો છે. તો નર્મદાના નાંદોદ અને સુરત સિટીમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત દાહોદ અને વલસાડના ઉમરગામમાં 2 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 33 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ (rain) પડ્યો છે.
બનાસકાંઠામાં વીજળી પડતા મહિલાનું મોત
તો બીજી તરફ, બનાસકાંઠાના ડીસામાં મોડી રાત્રે ગાજવીજ વરસાદ સાથે વીજળી પડી હતી. ડીસાના ચંદ્રલોક સોસાયટીમાં વીજળી પડતાં એક મહિલાનું મોત નિપજ્યું છે. વિજાબેન રબારી નામની 34 વર્ષીય મહિલાનું મોત થયુ છે. આ સાથે જ તેમના બે માસુમ દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી છે. તેમના મૃતદેહને ડીસા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો છે.