સરદાર સરોવર નર્મદા ડેમમાં આજે પણ પાણીની જંગી આવક થઇ છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા બે કાંઠે વહી રહી છે. નર્મદા ડેમની જળ સપાટી 132.98 મીટરે પહોંચી છે. ત્યારે ડેમનાં 15 દરવાજા ખોલાયા છે. પાણીની સારી આવક થતા RBPHના 6 અને CHPHના 2 ટર્બાઈનો આજે પણ ચાલું કરી દેવાયા છે. રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. ત્યારે ઉપવાસમાં સારા વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં આજે પણ પાણીની સતત જંગી આવક થઇ રહી છે. ઉપરવાસમાંથી 2,79850 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જેના કારણે ડેમમાં પાણીની સપાટી 132.98 મીટરે પહોંચી છે. સરદાર સરોવરના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે.