કાશ્મીરમાં કાતિલ શિયાળા ચિલ્લાઇ કલાનના પ્રારંભના એક સપ્તાહ પહેલાં જ લદ્દાખ અને કાશ્મીર ખીણમાં ઠંડીનો પારો શૂન્યથી નીચે ગગડી ગયો છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાનાં કારણે ઉત્તર ભારતના મેદાની વિસ્તારો પણ ઠૂંઠવાઇ ગયા છે. હિમાલયમાંથી વાઇ રહેલા ઠંડા પવનોના કારણે પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને બિહાર સહિતના મેદાની રાજ્યોમાં પારો સામાન્યથી ૩ થી ૪ ડિગ્રી નીચે ગગડી ગયો છે. રાજસ્થાનના હિલસ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનું તાપમાન ૩ ડિગ્રી પર પહોંચતાં માઉન્ટ આબુમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. સોમવારે માઉન્ટ આબુમાં શિયાળાની સિઝનમાં પહેલીવાર ઠંડીનો પારો માઇનસ ૦.૪ ડિગ્રી નોંધાયો હતો. ૨૦૧૯માં ૨૭મી ડિસેમ્બરે માઉન્ટ આબુમાં ઠંડીનો પારો માઇનસમાં પહોંચ્યો હતો.