Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત યુનિવર્સિટીએ વધુ એક સિદ્ધિ હાસંલ કરી છે. એનઆઈઆરએફની રેન્કિંગમાં ભારતની ટોચની 100 સંસ્થાઓની યાદીમાં ગુજરાત યુનિવર્સિટી 60મા ક્રમે આવી છે. ભારતીય સંસ્થાઓ માટે એનઆઈઆરએફ (NIRF) ભારતીય રેન્કિંગની ઘોષણા કરતાં કેન્દ્રિય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયલ ‘નિશંક’એ આ માહિતી શેર કરી હતી. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીએ ફરી એકવાર લાખો વિદ્યાર્થીઓને વર્લ્ડ ક્લાસ ફેકલ્ટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપીને દેશમાં પોતાનું નામ સ્થાપિત કર્યું છે.

ગુજરાતના ઇતિહાસમાં આ પ્રકારનો ક્રમ પ્રાપ્ત કરનાર ગુજરાત યુનિવર્સિટી પ્રથમ યુનિવર્સિટી બની છે. ટોચની 100 યુનિવર્સિટીઓની યાદીમાં આઇઆઇટી ગાંધીનગર 44મા ક્રમે આવી છે. કેન્દ્રિય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયલ ‘નિશંક’ દ્વારા ભારતીય સંસ્થાઓ માટે એનઆઈઆરએફ (NIRF) ભારતીય રેન્કિંગના અહેવાલની ઘોષણા કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યની સૌથી જૂની અમદાવાદની ‘ગુજરાત યુનિવર્સિટી’એ રાષ્ટ્રીય સંસ્થાકીય રેન્કિંગ ફ્રેમવર્ક (એનઆઈઆરએફ)ના અહેવાલ “ભારત 2020’’ માં ભારતની ટોચની 100 સંસ્થાઓની યાદીમાં 60મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જ્યારે ટોચની 100 યુનિવર્સિટીઓની યાદીમાં આઇઆઇટી ગાંધીનગર 44મા ક્રમે છે. પ્રથમ વખત ગુજરાતના ઇતિહાસમાં કોઈ યુનિવર્સિટીએ આઇઆઇટી-ગાંધીનગર ઉપરાંત, એનઆઈઆરએફની 100 ટોચની યાદીમાં આટલું ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

રેન્કિંગમાં ગુજરાત યુનિવર્સિટીના ક્રમમાં થયેલા સતત વધારા પર શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના સતત માર્ગદર્શન અને સમર્થનથી જ ગુજરાત યુનિવર્સિટી આ પદ પ્રાપ્ત કરી શકે છે. આ સિદ્ધિ બદલ તેમણે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્મા તેમજ તેમની સમસ્ત ટીમ તથા ગુજરાત યુનિવર્સિટીના હાલના કાર્યકારી કુલપતિ ડો.જગદીશ ભાવસાર, ગુજરાત યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિ ડો. હિમાંશુ પંડ્યા સહિત યુનિવર્સિટીના તમામ અધ્યાપકો અને અધિકારીઓને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાત યુનિવર્સિટીનો અભિગમ વિશે કાર્યકારી કુલપતિ ડો જગદીશ ભાવસારે જણાવ્યું હતું કે, “એમએચઆરડીથી ચાલતું આ રેન્કિંગ ગુજરાત યુનિવર્સિટીને નવીનતા શિક્ષણ અભિગમ, ડિજિટલાઈઝેશન અને વિદ્યાર્થીઓને ઉદ્યોગ માટે તૈયાર કરવા નવા કાર્યક્રમો રજૂ કરવા પ્રોત્સાહન આપે તેવું છે. ગુજરાત યુનિવર્સિટીના તે સમયના કુલપતિ ડો.હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, આ રેન્કિંગ આપણી પ્રક્રિયાઓનું આધુનિકીકરણ અને યુનિવર્સિટીના સમાજ અને ઉદ્યોગની જરૂરિયાતો સાથે જોડાવા માટેના યુનિવર્સિટીના પ્રયત્નોનું પ્રતિબિંબ છે.

ગુજરાત યુનિવર્સિટી એ રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી છે જેમાં 326 કોલેજોમાં 4 લાખ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં 62થી વધુ શૈક્ષણિક વિભાગ છે. યુનિવર્સિટીએ તાજેતરમાં પાર્ક ફોર ઔદ્યોગિક વિસ્તરણ અને સંશોધન (રિસર્ચ પાર્ક)ની સ્થાપના કરી છે, જે કેમ્પસમાં સંશોધન પાર્ક ધરાવનારી દેશની પ્રથમ યુનિવર્સિટી બની છે. યુનિવર્સિટી પાસે તેની અદ્યતન સ્ટાર્ટઅપ સપોર્ટ સિસ્ટમ જીયૂસેક ખાતે ત્રણ રાષ્ટ્રીય સ્તરે ભંડોળ મેળવનારા ઇન્ક્યુબેટર્સ, બે ફિનિશિંગ સ્કૂલ, કેમ્પસમાં બીએસએલ-2 સુવિધા અને ઓલિમ્પિક્સ-ધોરણવાળું 17થી વધુ રમતો માટેની સુવિધાઓ સાથે સરદાર પટેલના નામે આવનારી સ્પોર્ટસ સિટી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ