વિધાનસભાના અધ્યક્ષ બન્યા બાદ શંકર ચૌધરીના નેતૃત્વમાં ઘણા હકારાત્મક ફેરફારો અને નિર્ણયો વિધાનસભામાં જોવા મળ્યા છે. પછી તે ધારાસભ્યોની ક્રિકેટ મેચ હોય કે પછી ધારાસભ્યોનો હોળી ઉત્સવ. તમામ હકારાત્મક પ્રયોગો કરવાનું શ્રેય શંકર ચૌધરીને ફાળે જાય છે. એવી જ એક જાહેરાત ગત વિધાનસભા સત્રમાં તેમણે કરી હતી કે, પેપરલેસ વિધાનસભા ચલાવાની. એના જ ભાગરુપે એક કમિટીની રચના કરવામાં આવી છે. આગામી બે મહિનામાં ધારાસભ્યોને માટે ઈ વિધાનસભાની સુવિધા મળશે. તેના માટે કમિટીની રચના કરવામાં આવી છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિત 15 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. જેનું લક્ષ્ય આગામી બે મહિનામાં કામ પૂર્ણ કરવાનું છે.