પીએમ મોદીની સાથેસાથે ભાજપ પ્રમુખ અમિત શાહ પણ વારાણસી આવ્યા હતા તેમણે કાશીવાસીઓને ખાતરી આપી હતી કે પીએમ મોદીની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ આગામી પાંચ વર્ષમાં વિકાસની દ્રષ્ટિએ કાશી અદ્ભૂત નગરી બનશે. ભાજપનાં કાર્યકરોને સંબોધતા શાહે કહ્યું કે, મોદીએ કાશીનાં વિકાસ માટે અદ્ભૂત યોજના બનાવી છે. હજી તમે તો તેની ઝલક જ જોઈ છે. ૨૦૧૪ની કાશી અને આજના બનારસમાં ઘણો ફરક પડયો છે. કાશી વિશ્વની સૌથી જુની નગરી છે તેથી અહી લોકોની પરંપરા અને સંસ્કૃતિને જાળવીને કામ કરવાનાં છે. યુપીમાં કેટલાક પક્ષો જાતિવાદનું રાજકારણ રમવા માગતા હતા પણ લોકોએ જાતિવાદને જાકારો આપીને વિકાસને મત આપ્યા છે. વિકાસને મહત્વ આપીને લોકોએ યુપીને ભાજપનો ગઢ બનાવ્યો છે. મોદીની વ્યસ્તતા છતાં કાશીનાં વિકાસ માટે તેઓ પર્સનલ ધ્યાન આપે છે. પાંચ વર્ષમાં તેમણે કાશીની કાયાપલટ કરી. હવે આગામી પાંચ વર્ષમાં તેના વિકાસની ઝડપ અદ્ભૂત હશે. ભારત મોદીનાં નેતૃત્વમાં વિશ્વની મહાશક્તિ બનશે.