ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 24 કલાકમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળના કિનારે દસ્તક દેશે. તો એ નાગાલેન્ડ, છત્તીસગઢ, મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલય અને કેરળમાં આગામી 72 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. સાથે જ ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ગરમીથી આગામી થોડા દિવસોમાં રાહત રહેવાની આશા વ્યક્ત કરી છે. આ ઉપરાંત ઝારખંડ અને બિહારના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ વર્ષે દિલ્હીમાં ચોમાસું પહેલી જુલાઈ સુધી પહોંચવાનો અંદાજ છે.
કેરળમાં 2014ના વર્ષમાં ચોમાસું 5મી જૂન, 2015માં છઠ્ઠી જૂન અને 2016માં 8મી જૂનના રોજ આવ્યું હતું. જ્યારે વર્ષ 2018માં કેરળમાં ત્રણ દિવસ પહેલા એટલે કે 29મી મેના રોજ ચોમાસાએ દસ્તક દીધા હતા. ગત વર્ષે દેશમાં સામાન્ય વરસાદ પડ્યો હતો.