અમદાવાદ શહેરમાં મંગળવારે સવારે વીજળીના કડાકા અને ભડાકા સાથે સરેરાશ બે ઇંચ વરસાદ પડ્યો હતો. સવારે વરસાદની સાથે સાથે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાય ગયું હતું. ધોધમાર વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. બીજી તરફ વીજળીના કડાકા અને ભડાકાને કારણે લોકો ડરી ગયા હતા. શેલા વિસ્તારમાં આવેલા સારથ્ય બિલ્ડિંગના ઉપરના ભાગે વીજળી પડી હતી.
અમદાવાદમાં આજે વહેલી સવારથી મુશળધાર વરસાદ પડ્યો છે. વીજળી કડાકા સાથે વરસાદ પડી રહ્યો છે.