ત્રિપલ તલાકના કેસો બનતા અટકે અને મુસ્લિમ મહિલાઓને અન્યાય ન થાય તે માટે સરકાર દ્વારા ત્રિપલ તલાક બિલ પસાર કરવામાં આવ્યું છે ત્યારે સુરતમાં ત્રિપલ તલાકની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતમાં ત્રિપલ તલાકની ફરિયાદ કરવા માટે એક મહિલા પોલીસ સ્ટેશને પહોંચી છે.
મળતી માહિતી પ્રમાણે સુરતના રાંદેર વિસ્તારમાં રહેતી મુસ્લિમ મહિલાને તેના પતિએ જ ફોન ઉપર ત્રણ તલાક કહીને તલાક આપ્યા હતા. જેના કારણે બુધવારે મહિલા પતિ સામે ફરિયાદ નોંધાવવા માટે રાંદેર પોલીસ સ્ટેશન પહોંચી હતી. જોકે, ત્યારે નવા કાયદા મુજબ ફરિયાદ લેવાનો પોલીસે ઇન્કાર કર્યો હતો. પોલીસને નવા કાયદાનું સરકાર તરફથી એમેનમેન્ટ મળ્યું ન હોવાથી ત્રિપલ તલાકની ફરિયાદ લીધી ન હોવાનું જાણવા મળ્યું હતું.
મહિલાના જણાવ્યા પ્રમાણે મારો પતિ મને મારા ઘરે જવા ન્હોતો દેતો, અને કહેતો કે જવું હોય તો કાયમ માટે જતી રહે. આ ડર હેઠળ હું જીવતી હતી. સવારે પિયર મુકીને આવ્યા બાદ રાત્રે મને ફોન કરીને તલાક આપી દીધા. તેમણે વધું જણાવ્યું હતું કે, પોલીસે તેને કહ્યું હતું કે, હજી સુધી ત્રિપલ તલાક કાયદો અમલમાં આવ્યો નથી. એટલે જ્યારે અમલમાં આવે ત્યારે ફરિયાદ નોંધાવવા આવજો એટલે ફરિયાદ નોંધીશું.