ભારત અને અમેરિકા વચ્ચે થઈ રહેલી ટુ પ્લસ ટુ મંત્રણા દરમિયાન ચીને ઉંબાડિયું કરવાનું શરૂ કરી દીધું છે. ખંધા ચીને લદ્દાખમાં LAC ખાતે વધુ સૈનિકોનો ખડકલો કર્યો છે. તેણે લદ્દાખમાં LAC ખાતે જ્યાં બંને દેશની સેના સામસામે ગોઠવાઈ છે તેવા વિસ્તારોમાં ફક્ત લશ્કરી ઇન્ફ્રાસ્ટ્રકચર જ ઊભું નથી કર્યું પણ અન્ય વિસ્તારોમાં પીપલ્સ લિબરેશન આર્મીના વેસ્ટર્ન થીએટર કમાન્ડને તહેનાત કર્યું છે. ભારતની સરહદ પરના તમામ વિસ્તારોમાં તેણે અભેદ લશ્કરી કિલ્લેબંધી કરી છે. તિબેટમાં કબજો જમાવવાની તેની મેલી મુરાદ છે. ચીનનું બોર્ડર પરનું ઝડપી લશ્કરીકરણ જિનપિંગના બૌદ્ધ લ્હાસા પર હાનના પ્રભુત્વ સાથે તિબેટમાં ચીનની સંસ્કૃતિ પ્રસ્થાપિત કરવાનું છે. તિબેટના નેતાને બદલવા માટે ચીન દ્વારા પ્રયાસો શરૂ કરાયા છે. જેથી ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી ત્યાં બૌદ્ધ સંસ્કૃતિ પર અંકુશો લાદીને તિબેટના લોકો પર ચીનની સંસ્કૃતિ ઠોકી બેસાડી શકે.