NDA સંસદીય દળની બેઠકમાં PM નરેન્દ્ર મોદીએ સાંસદોને ઘણી સલાહ આપી. આ સાથે આગળની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. NDA સંસદીય દળની બેઠક બાદ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું, ‘હું માનું છું કે જ્યારે દેશના PM બોલે છે ત્યારે માત્ર સાંસદો જ નહીં પરંતુ દરેકે તેને ગંભીરતાથી લેવું જોઈએ કારણ કે તેઓ દેશના PM છે. દેશની જનતાએ ઐતિહાસિક રીતે મોદીને સતત ત્રીજી વખત PM બનાવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘ગઈકાલે વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ જે રીતે વર્તન કર્યું, તેણે સ્પીકરની તરફ પીઠ ફેરવી, નિયમો વિરુદ્ધ બોલ્યા અને સ્પીકરને અપમાનિત કર્યા. તે કંઈક છે જે અમારી પાર્ટી NDA ના લોકોએ ન કરવું જોઈએ. રિજિજુએ કહ્યું, ‘PM એ પણ વિનંતી કરી છે કે દરેક સાંસદે પોતાના પરિવાર સાથે PM ના મ્યુઝિયમમાં આવવું જોઈએ.