હાલના સમયે કળયુગ હોય તે વાતની સાબિત આપે તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. મહેસાણાના કડીના લુહારકુઈ ગામમાં 12 દિવસની બાળકીનો મૃતદેહ પાણીની અંડર ગ્રાઉન્ડ ટાંકીમાંથી મળી આવેલ છે. તમામ પ્રકારની માનવતા નેવ મૂકી તેમ નિષ્ઠુર માતાએ જ બાળકીને પાણીની ટાંકીમાં નાંખીને તેની હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ સમગ્ર મામલે જ્યારે પોલીસમાં ફરિયાદ દાખલ થઇ ત્યારે જાણવા મળ્યું હતું કે, નિષ્ઠુર માતાએ જ બાળકીને પાણીની ટાંકીમાં નાંખીને તેની હત્યા કરી નાંખી હતી.
આખી ઘટના એવી છે કે ઉત્તર ગુજરાતના કડી તાલુકાના લુહારકુઈ ગામે ઊંડી ફળીયામાં રહેતા મનીષા અને નરેશના પ્રેમ લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા. ત્યારબાદ થોડા દિવસ પહેલા મનીષાએ એક દીકરીને જન્મ આપ્યો હતો અને તેમને 1લી મેના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારબાદ 7 મેના રોજ બાળકી બીમાર થતા તેને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. હોસ્પિટલમાં બે દિવસ સારવાર લીધા પછી બાળકીને 10 મેના રોજ ઘરે લાવવામાં આવી હતી. ત્યારબાદ બીજા દિવસે જ્યારે બાળકીના પિતા નરેશ સવારે દૂધ લઇને ઘરે પરત આવ્યા ત્યારે બાળકીની કોઈ ભાળ મળી ન હતી. બાળકી ગુમ હોવાના કારણે નરેશે અને મનીષાએ બાળકીની શોધખોળ ઘરની આસપાસના વિસ્તારમાં કરી હતી, પરંતુ બાળકી મળી નહોતી. ત્યારબાદ ઘરની અંદર તપાસ કરતા બાળકી ઘરમાં રહેલી પાણીની અંડર ગ્રાઉન્ડ ટાંકીમાંથી મળી આવી હતી. આ ઘટનાના બે દિવસ પછી મનીષાને પસ્તાવો થતા તેણે સમગ્ર ઘટના નરેશને જણાવી હતી. તેણે પોતાના પતિ નરેશને કહ્યું હતું કે, તેણે બાળકીને સવારે પાણીની ટાંકીના નાંખી દીધી હતી અને પછી ટાંકીનું ઢાંકણ બંધ કરી દીધું હતી. આ હકીકત જાણતાની સાથે નરેશે સમગ્ર મામલે કડી પોલીસ સ્ટેશનમાં મનીષા વિરુદ્ધ બાળકીની હત્યાનો ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે નરેશની ફરિયાદ દાખલ કરીને મનીષાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી