ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં વિવિધ પ્રકારની પ્રશ્નોતરી ચાલી રહી છે. જેમાં ગીરના સિંહોના મુદે વિધાનસભા ગૂંજ્યું હતું. છેલ્લા બે વર્ષમાં સિંહોના અકાળે થયેલા મૃત્યુ અને ગેરકાયદેસર લાયન શોના મુદ્દે પ્રશ્ન પૂછાયા હતા. ગીરમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર લાયન શો થઈ રહ્યાં હોવાની ફરિયાદો આવી રહી હતી. દરમિયાન સરકારે સદનમાં જણાવ્યું હતું કે બે વર્ષમાં ગેરકાયેદસર લાયન શો કરતા 74 વ્યક્તિ પકડાયા હતા જેમાં વનવિભાગનો એક પણ વ્યક્તિ સામેલ નહોતો.