રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરુ થઈ ગયો છે અને મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગઈકાલે અમદાવાદ સહિત અનેક જગ્યાએ મુશળધાર વરસાદ વરસ્યો હતો. આ સાથે જ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધારે ધંધુકામાં નોંધાયો હતો.