દેશમાં કોરોના નો કહેર હવે પહેલા કરતા ઓછો થઈ ગયો છે. લગભગ એક મહિના બાદ સતત બીજા દિવસે કોરોનાના નવા કેસ એક લાખથી ઓછા નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 67,597 નવા કોરોનાના કેસ સામે આવ્યા અને 1,188 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા. જ્યારે તેના એક દિવસ પહેલા કોરોનાના 83,876 નવા કેસ સામે આવ્યા હતા અને 896 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 1,80,456 લોકો કોરોનાથી સાજા પણ થયા છે.