ગુજરાતમાં હવે કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ હોય તેવા સંકેતો મળી રહ્યાં છે. રાજ્યમાં છ મહિના બાદ કોરોના વાયરસના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 548 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 1 દર્દીનું નિધન થયું છે તો 65 લોકો સાજા થયા છે. નવા કેસ બાદ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 8 લાખ 30 હજાર 505 થઈ ગઈ છે, જ્યારે કોરોનાને લીધે 10116 લોકોના મોત થયા છે તો સારવાર બાદ 8,18,487 લોકો સાજા થયા છે.
ગુજરાતમાં આજે સૌથી વધુ 265 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. તો સુરત શહેરમાં 72, વડોદરા શહેરમાં 34, આણંદમાં 23, ખેડા 21, રાજકોટ શહેર 20, અમદાવાદ ગ્રામ્ય 13, કચ્છ 13, વલસાડ 9, સુરત ગ્રામ્ય 8, મોરબી 7, નવસારી 7, રાજકોટ ગ્રામ્ય 7, ભરૂચ 6, ગાંધીનગર 6, ભાવનગર શહેર 5, વડોદરા ગ્રામ્ય 5, મહીસાગર, મહેસાણા, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં 3-3, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર શહેર, જામનગર ગ્રામ્યમાં બે-બે, અમરેલી, ભાવનગર ગ્રામ્ય, નર્મદા અને પંચમહાલમાં એક-એક કેસ સામે આવ્યો છે. તો પોરપંબરમાં એકનું મોત થયું છે.