દેશમાં કોરોનાના કેસમાં વધઘટ ચાલુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5,874 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 8,148 લોકો કોરોનાથી સાજા પણ થયા છે. કેસોમાં ઘટાડો અને રિકવરીનો દર વધવાને કારણે એક્ટિવ કેસની સંખ્યા 50 હજારથી નીચે આવી ગઈ છે. હવે દેશમાં કોરોનાના 49,015 સક્રિય કેસ છે