દેશમાં સતત બીજા દિવસે 45 હજારથી વધુ કેસો નોંધાયા છે. પરંતુ સૌથી અગત્યની અને ચિંતાજનક બાબત એ છે કે ભારતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 90 લાખના આંકડાને પાર થઈ ગઈ છે. બીજી તરફ મૃત્યુઆંક પણ 1.32 લાખથી પણ વધુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 45,882 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 584 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 90,04,366 થઈ ગઈ છે.
વિશેષમાં, ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 84 લાખ 28 હજાર 410 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 4,43,794 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,32,162 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.