ભારતમાં કોરોના વેક્સીનેશન અભિયાન ધીમું પડી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. ગુરૂવારના 24 કલાકમાં માત્ર 38.78 લાખ લોકોને ડોઝ આપવામાં આવ્યો છે. હજુ સુધી દેશમાં કોરોના વેક્સીનેશનનો આંક 40 કરોડ સુધી જ પહોંચી શક્યો છે. બીજી તરફ, કોવિડ રિકવરી રેટ 97.28 ટકા થયો છે, જે રાહતની બાબત છે. આ ઉપરાંત પોઝિટિવિટી રેટ (Corona Positivity Rate) 5 ટકાથી ઓછો એટલે કે 2.14 ટકા છે. બીજી તરફ, ભારતમાં કુલ 44 કરોડ કોરોના સેમ્પલ ટેસ્ટિંગ અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે.
શુક્રવારે, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 38,949 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 542 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,10,26,829 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 39,53,43,767 લોકોને કોરોના વેક્સીન ના ડોઝ આપવામાં આવ્યા છે. એક દિવસમાં 38,78,078 લોકોને રસી આપવામાં આવી છે.