ભારતમાં કોરોના વાયરસના કેસોમાં અચાનક ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. ગુરુવારે, 30 માર્ચે, ભારતમાં એક દિવસમાં 3016 નવા કેસ સામે આવ્યા છે. આ કોરોના કેસ છેલ્લા 6 મહિનામાં આવેલા કેસોમાં સૌથી વધુ છે. દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્યા વધીને 13,509 થઈ ગઈ છે. દેશમાં અચાનક કોવિડ-19ના 40 ટકા કેસ વધી ગયા છે.