છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3,962 નવા કેસ નોંધાયા છે. બીજી તરફ રિકવરી રેટની વાત કરીએ તો તે 98.73% છે. છેલ્લા 24 કલાકમાં 7,873 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં કુલ 4,43,92,828 લોકો કોરોનાથી સાજા થયા છે. દૈનિક પોઝિટિવ દર 2.17% છે અને સાપ્તાહિક પોઝિટિવ દર 3.13% છે. દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 36,244 છે.