ભારતમાં વૈશ્વિક મહામારી કોરોના નો ભય ફરી એકવાર વધવા લાગ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. પહેલા દેશમાં કોરોના ધીમે ધીમે વિદાય લઈ રહ્યો હોય તેવું લાગતું હતું, પરંતુ હવામાનમાં આવેલા બદલાવ વચ્ચે ફરી એકવાર કોરોનાના નવા કેસ ઝડપથી વધવા લાગ્યા છે. છેલ્લા 7 અઠવાડિયાથી કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે પણ સતત બીજા દિવસે દેશમાં કોરોનાના 1800 થી વધુ નવા કેસ સામે આવ્યા છે. જો કે ગઈકાલની સરખામણીમાં આજે કોરોનાના નવા કેસોમાં થોડો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1805 નવા કેસ નોંધાયા છે.