નોંધ લેતા સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઉત્તર પ્રદેશ સરકારને આઠ લોકોની હત્યા સંબંધે કોને આરોપી બનાવાયા છે અને તેમની ધરપકડ થઈ છે કે નહીં તે અંગે સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા જણાવ્યું હતું. મુખ્ય ન્યાયાધીશ એનવી રમણ, ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ હિમા કોહલીની બેન્ચે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા ઉત્તર પ્રદેશ સરકારને શુક્રવાર સુધીમાં આ કેસ સંબંધિત સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા જણાવ્યું હતું. દરમિયાન પોલીસે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા ટેનીના લખીમપુર સ્થિત મકાનની બહાર નોટીસ લગાવીને શુક્રવારે પોલીસ સ્ટેશનમાં હાજર થવા જણાવ્યંષ છે.
લખીમપુર હિંસા અંગે સ્વતઃ નોંધ લેતાં સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે હાથ ધરાયેલી સુનાવણીમાં ઉત્તર પ્રદેશ સરકાર તરફથી હાજર થતાં એડિશનલ એડવોકેટ જનરલ ગરિમા પ્રસાદે કહ્યું કે આ કેસમાં એક વિશેષ તપાસ ટૂકડી અને એક ન્યાયિક તપાસ પંચની રચના કરાઈ છે. મુખ્ય ન્યાયાધીશે ઉત્તર પ્રદેશ સરકારને કહ્યું, તમે તપાસ યોગ્ય રીતે નહીં કરી રહ્યા હોવાની ફરિયાદો ઊઠી છે. બે વકીલો દ્વારા કરાયેલી લેટર પિટિશનમાં કહેવાયું છે કે આઠ લોકો, ખેડૂતો અને પત્રકારોની હત્યા કરાઈ છે. પોલીસે અત્યાર સુધીમાં કેટલા લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે અને તેમની ધરપકડ થઈ છે કે કેમ તેનો જવાબ મળવો જરૂરી છે.