દેશમાં અનેક મહિલાઓની છેડતીના કિસ્સાઓ બહાર આવતા નથી તો કેટલાક આવે છે. દિનપ્રતિદિન નાની બાળકીથી લઈને મહિલાઓની હત્યા કરવાની ઘટના સામે આવે છે. અજાણ્યા લોકોને ઘરમા નોકર કે ખેતરમાં ભાગિયા તરીકે રાખતા લોકો માટે લાલબત્તી સમાન અને હદયને કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. સરહદી જિલ્લો બનાસકાંઠા વડગામના નાંદોત્રામાં ખેતર માલિકની પુત્રી તાબે ન થતાં ખેતમજુરે એકતરફી પ્રેમમાં અંધ બની યુવતીના ગળા પર દાતરડુ મારી તેની હત્યા કરી હતી.
માસૂમ યુવતીનો માત્ર એટલો જ વાંક હતો કે તે પોતાના ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા યુવકના તાબે ના થઈ અને આ યુવકે એક તરફી પ્રેમના ઝનૂનમાં દાતરડું લઈ યુવતીનું બેરહમીથી ગળું કાપી તેની હત્યા કરી દીધી હતી.
વડગામના નાંદોત્રા ગામે ખેતી કરતા માઘજીભાઈ વીરસંગભાઇ ચૌધરીના ખેતરમાં છેલ્લા એકાદ વર્ષથી ભાગીયા તરીકે રાહુલ દશરથભાઈ ભરથરી મૂળ. રહે ખરોડીયા તા. વડગામ વાળો કામ કરતો હતો.
તે દરમિયાન રાહુલ માઘજીભાઈની દીકરી મેઘના સામે તે ખરાબ દૃષ્ટિથી જોતો હોવાની ફરિયાદ અનેક વખત તેને પોતાના પિતાને કરી હતી. જોકે સોમવારે સવારના સુમારે રાહુલ ખેતરમાંથી મેઘનાના ઘરે ગયો હતો. જ્યાં કથિત મેઘના સાથે તેને એકલતાનો લાભ લઈ તેની સાથે જબરજસ્તી કરવાની કોશિશ કરતા મેઘનાએ રાહુલના આ આકસ્મિક હુમલાનો જબરજસ્ત પ્રતિકાર કર્યો હતો.
જોકે યુવતી તાબે ન થતા રાહુલે યુવતીને તેના ઘરના પલંગ ઉપર દાતરડા વડે ગળાના ભાગે ઘા ઝીકી લોહીલુહાણ કરી રહેંસી નાંખી હતી. અને બાદમાં ફરાર થઈ ગયો હતો. જોકે આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકત્રિત થઇ ગયા હતા.
ઘટનાની જાણ થતાં ઇનચાર્જ પીએસઆઈ એમ.આર. મોહનીયા સહિત ડી.વાય.એસ.પી જનકાત સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી અને યુવતીના મૃતદેહને પીએમ અર્થે વડગામ સિવિલમાં ખસેડવામાં આવી હતી. જોકે ખેતર માલિકની યુવાન દીકરીની હત્યાને લઈ ઘેરા પ્રત્યાઘાત પડતાં પોલીસે તેને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.
આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તાર હત્યારા સામે ફિટકારની લાગણી છે અને આરોપીને ફાંસી સુધીની સજા થાય તેવી લોકો માંગણી કરી છે.