કોરોનાના કેસોમાં સતત વૃદ્ધિ થતા લોકડાઉનની સમય મર્યાદા વધારી 3 મે કરવામાં આવી છે. આ વચ્ચે મુંબઈના બાન્દ્રા રેલવે સ્ટેશન પર પ્રવાસી મજૂરોનું મોટું ટોળું જમા થયુ હતું. આ બધા મજૂરો ઘર જવા માટે સ્ટેશન પર પહોંચી ગયા હતા. મજૂરોને આશા હતી કે, લોકડાઉન ખતમ થઈ જશે. તેમને હટાવવા માટે પોલીસે લાઠી ચાર્જ કર્યો.
મળતી માહિતી મુજબ, પોલીસની કાર્યવાહી પછી ટોળું હટી ગયુ છે. સ્થાનિક નેતાઓનું કહેવુ છે કે, લોકોને સમજાવવામાં આવી રહ્યુ છે કે, તેમને કોઈ પરેશાની નહીં થાય અને દરેક સંભવ મદદ કરવામાં આવશે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે જણાવ્યુ કે, મહારાષ્ટ્ર સરકાર આ મજૂરોના ભોજનની વ્યવસ્થા કરશે. અમે મજૂરોને સમજાવી રહ્યા છીએ કે, તેમની પરિસ્થિતિઓને સુધારવાના પ્રયાસ કરવામાં આવશે.