મેડિકલ સાયન્સમાં અનેક વિચિત્ર કિસ્સાઓ જોવા મળતા હોય છે. જોકે, કેટલાક દુર્લભ કિસ્સાઓ સામાન્ય વ્યક્તિઓ સહિત તબીબોને પણ આશ્ચર્યમાં મૂકી દેતા હોય છે. અમદાવાદ સિવિલમાં આવો જ એક દુર્લભ કિસ્સો સામે આવ્યો હતો જેમાં ત્રણ માસના બાળકને જન્મથી બે લિંગ હતા. જન્મથી જ બે ગુપ્તાંગ હોવાનો આ દેશનો બીજો અને ગુજરાતનો પ્રથમ કેસ છે. તબીબો માટે માસૂમ બાળકનું એક લિંગ દૂર કરવા તેમજ પુંઠના ભાગે ગાંઠને દુર કરી સામાન્ય જીવન આપવાનો મહત્વનો પડકાર હતો. જોકે સિવિલ હોસ્પિટલના તબીબોએ આ કામ સફળતા પૂર્વક કરી બતાવ્યું છે આ બાળકનું વધારાનું લિંગ દૂર કરવામાં આવ્યું છે.
જામખંભાળિયાના મહેશભાઇની(ઓળખ છુપાવવા નામ બદલ્યું છે) પત્નીએ બે દિકરી બાદ ત્રણ મહિના પહેલાં જ દિકરાને જન્મ આપ્યો હતો. દિકરાના જન્મની ખુશી સાથે પરિવાર આશ્ચર્યમાં મુકાઇ ગયો હતો. કેમ કે, દિકરાને બે ગુપ્તાંગ અને પુઠના ગાંઠ હતી. જેથી શિશુને જામનગર સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યું હતું. જ્યાં મેડિકલ ટેસ્ટ બાદ સર્જરી કરાવવા બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યું હતું. જ્યાં આજે તેની સફળતા પૂર્વક સર્જરી કરવામાં આવી હતી.
રિપોર્ટ મુજબ વિશ્વમાં આ પ્રકારના અત્યાર સુધી 30 કિસ્સા જ નોંધાયા છે. જેમાં ભારતનો એક કિસ્સો ચેન્નાઇનો નોંધાયેલો છે. જ્યારે બીજો કિસ્સો ગુજરાતનો આ છે. સિવિલ હોસ્પિટલમાં પણ આ પ્રકારે પહેલીવાર ઓપરેશન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે વધારાના ગુપ્તાંગ સાથે જન્મ થયો હોય તેવો આ ગુજરાતના પ્રથમ અને ભારતનો બીજો જ્યારે વિશ્વનો 31મો કિસ્સો છે.