કર્ણાટક વિધાનસભા ચૂંટણી હેઠળ 10 મેના રોજ મતદાન બાદ આજે મતગણતરી શરૂ થઈ ચૂકી છે. મતગણતરી રાજ્યના 36 સેન્ટર પર સવારના 8 વાગ્યાથી શરૂ થઈ છે. ચૂંટણીપંચ અનુસાર લગભગ 2 વાગ્યા સુધીમાં ચોક્કસ તસવીર સામે આવી જશે. શરૂઆતના વલણની વાત કરીએ તો 224 વિધાનસભા બેઠકો ધરાવતા કર્ણાટકમાં મતગણતરીના આવેલા શરૂઆતના વલણોમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મજબૂત ટક્કર જોવા મળી રહી છે. અત્યાર સુધી આવેલા 210 બેઠકોના વલણોમાં કોંગ્રેસ અને ભાજપને સમાન બેઠકો પર લીડ મળતી દેખાઈ રહી છે. કોંગ્રેસ 115 તો ભાજપ 78 બેઠક પર શરૂઆતના વલણમાં આગળ દેખાય છે. જ્યારે જેડીએસને 15 સીટ પર લીડ મળતી દેખાઈ રહી છેે. ત્યારેે અન્યોના ખાતામાં માત્ર 2 બેઠકો આવી રહી છે. ઉલ્લેખનીય છે કે મોટાભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. જોકે જેડીએસને કિંગમેકરની ભૂમિકામાં બતાવવામાં આવી છે.