કેન્દ્રીય કેબિનેટે આજ ફોસ્ફેટ અને પોટાશ ખાતરો માટે ૩૮૦૦૦ કરોડ રૃપિયાની સબસિડીને મંજૂરી આપી છે. આ સાથે જ વર્તમાન ખરીફ સિઝનમાં ખાતર સબસિડીનો કુલ ખર્ચ વધીને ૧.૦૮ લાખ કરોડ રૃપિયા થઇ ગયું છે. ખડૂતોને વ્યાજબી ભાવે ખાતર મળી રહે તે ઉદ્દેશથી સરકાર ખાતર પર સબસિડી આપે છે.
૧.૦૮ લાખ કરોડની ખાતર સબસિડીમાં ૨૦૨૩-૨૪ના કેન્દ્રીય બજેટમાં યુરિયા ખાતર માટે ફાળવેલ ૭૦,૦૦૦ કરોડ રૃપિયા સામેલ છે. ૩૮,૦૦૦ કરોડ રૃપિયાની સબસિડીની જાહેરાત કરતા સરકારે વધુમાં જણાવ્યું હતું કે ખાતરની મહત્તમ છૂટક કીંમત (એમઆરપી)માં કોઇ ફેરફાર થશે નહીં