Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રૂપિયો તેનાં વિક્રમ તળિયેથી ૬ ટકા મજબુત થતા સરકાર ગેલમાં 
ક્રુડ ઓઈલનો ભાવ ૧ ડોલર વધે કે ઘટે ભારતની કરંટ એકાઉન્ટ ડેફીસિટમાં સમાંતર ૧.૫ અબજ ડોલરની વધઘટ થાય
નબળો ડોલર સોનાની ચમક (ભાવ) વધારી શકે છે

ઈબ્રાહીમ પટેલ 
મુંબઈ, તા.૩૦: ડોલર સામે રૂપિયાનું મુલ્ય ગુરુવારે રૂ. ૬૯.૯૫ થતા, નવેમ્બર એન્ડ સુધીમાં દોઢ જ મહિનામાં છ ટકા મજબુત થવાની ઘટના ૨૦૧૫ પછી પહેલી વખત નોંધાઈ છે. અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરેમી પોવેલે એક આશ્ચર્યજનક નિવેદનમાં કહ્યું હતું કે અમે હવે વ્યાજદર વધારા બાબતે ધીમું વલણ અપનાવશું, પરિણામે ઉભરતા અર્થતંત્રોમાં રાહતની લાગણી પ્રસરી હતી. બે મહિના પછી સેન્સેક્સ એક જ દિવસમાં ૧.૫ ટકા વધ્યો હતો. નીચા ક્રુડ ઓઈલ ભાવે પણ રૂપિયાને મજબુત થવામાં મદદ કરી છે. શુક્ર અને શનિવારે આર્જેન્ટીનામાં મળનાર જી-૨૦ બેઠકમાં જીન્પીંગ-ટ્રમ્પ ડીનર ડીપ્લોસીમાં ટ્રેડ વોરના સારાવાના થશે, એવો આશાવાદ પણ વધ્યો છે.
૧૧ ઓક્ટોબરે રૂપિયો ૭૪.૪૮ના ઓલ ટાઈમ વિક્રમ લો નોંધાયો હતો, ત્યાર પછી ગુરુવાર સુધીમાં ૬ ટકા મજબુત થયો છે. ઈમર્જીંગ માર્કેટની કરન્સી મજબુત થવાના બે મુખ્ય કારણો ક્રુડ ઓઈલ અને અમેરિકન વ્યાજદર હતા, આ બન્ને હવે સાનુકુળ સ્થિતિમાં આવી ગયા છે. હવે મુખ્ય ચિંતાનો વિષય માત્ર યુએસ-ચીન ટ્રેડ વોર છે. આ સંદર્ભમાં હવે બન્ને દેશના નેતાઓ જ્યારે આ વિષયે શનિવારે મળશે એ જોતા, ઘટના ખુબજ હાઈ-ટેન્શનવાળી બની ગઈ છે. અમેરિકન ફેડ એ પોતાના ડોલર ટ્રેડના સંદર્ભે ખુબજ હકારાત્મક પગલું જાહેર કરી દીધું છે. સિંગાપુરના એક કરન્સી એનાલિસ્ટે કહ્યું કે ડોલરની હવે વર્ષાંત સુધી કરન્સી બજારમાં તલવારની ધાર પર કસોટી થશે.
જો ડોલર નબળો પડે તો ભારત અને ચીન જેવા દેશોની કરન્સીઓ રમતમાં પાછી ફરી શકે છે, કદાચ આ ઘટના હવે સોનાની ચમક (ભાવ) પણ વધારી શકે છે. ક્રુડ ઓઇલના ભાવ ઘટાડાએ તો ભારતની કરંટ અને ફિસ્કલ ડેફીસિટ, એમ બન્ને ચિંતા હળવી કરી નાખી છે. ૪ ઓક્ટોબરે ક્રુડ ઓઇલના ભાવ બેરલ દીઠ ૮૬.૭૪ ડોલર થયા ત્યારે વધતી ઓઈલ ઈમ્પોર્ટ કોસ્ટે, નબળા પડી રહેલા રૂપિયા બાબતે ભારત સરકારની હવા બંધ થઇ ગઈ હતી. અલબત્ત નસીબજોગે ત્યાર પછી અત્યાર સુધીમાં ક્રુડ ઓઇલના ભાવ ૩૧ ટકા ઘટી ૫૯.૭૦ ડોલર થયા છે. ક્રુડ ઓઈલનો ભાવ ૧ ડોલર વધે કે ઘટે, ભારતની કરંટ એકાઉન્ટ ડેફીસિટમાં સમાંતર ૧.૫ અબજ ડોલરની વધઘટ થાય છે.
કરન્સી બજારની મર્ચન્ટ (ઓફસોર) માર્કેટમાં ફેબ્રુઆરીથી જ હાજર અને વાયદામાં ડોલરની માંગ ૯થી ૧૪ અબજ ડોલર જેવી વ્યાપક રહેતી હતી. પણ ઇન્ટર બેંક માર્કેટમાં આ ટ્રેન્ડ પ્રમાણમાં હકારાત્મક હતો અને ડોલર સપ્લાય પણ વધુ હતી. “રૂપી ફોર એ ટર્ન એરાઉન્ડ” નામક સ્ટેટ બેન્કના ઇકોરેપ અભ્યાસ અહેવાલમાં બુધવારે કહેવાયું હતું કે ખાસ કરીને ઓગસ્ટથી ઇન્ટર બેંક માર્કેટના મર્ચન્ટ બેંક સેગમન્ટમાં ડોલરની ઓવર સપ્લાય ધોવાવા લાગી હતી. આ ઘટનાથી ફલિત થતું હતું કે કરન્સી બજારમાં રૂપિયો નબળો પડશે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ માટે રીઝર્વ બેન્કે સ્પેશ્યલ વિન્ડો ખોલવી જોઈએ અને ૪૦૦૦થી ૪૫૦૦ લાખ ડોલરની માંગને સંતોષવી જોઈએ.
ભારતીય રૂપિયો હવે પછી આવનારા સ્થાનિક જીડીપી, ફિસ્કલ ડેફીસિટ, અમેરિકન જીડીપી અને યુએસ ફેડ મીનીટસનાં ડેટા જેવી ઘટનાઓ પર નિર્ભર રહેશે. કરન્સી ડીલરો કહે છે કે રીઝર્વ બેન્કે ઓપન માર્કેટ ઓપરેશન માટે ડીસેમ્બરમાં વધારાના રૂ. ૪૦૦૦૦ કરોડ ઠાલવવાની જાહેરાત કરી તે સાથે જ કેન્દ્ર સરકાર ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષના ફિસ્કલ ડેફીસીટ લક્ષ્યાંકને વળગી રહેશે, એવા સમાચાર આવ્યા બાદ ભારતના ૧૦ વર્ષીય બેન્ચમાર્ક બોન્ડનું યીલ્ડ ૦.૦૯ ટકા વેગથી ઘટીને ૭.૧૭ ટકા થયું હતું. રાજકીય ક્ષેત્રે એવી અફવા વેગ પકડી છે કે વર્તમાનમાં આયોજિત પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો ૨૦૧૯ની સંસદીય ચૂંટણીનો દિશાદોર નક્કી કરશે.                     
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ