દેશમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 2,487 નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. હાલમાં, દેશમાં સાપ્તાહિક પોઝિટીવીટી રેટ 0.66 ટકા છે અને દૈનિક પોઝિટીવીટી રેટ 0.59 ટકા છે. મંત્રાલયના નિવેદન અનુસાર, સંક્રમણમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,25,76,815 થઈ ગઈ છે. નવા કેસ એક દિવસ અગાઉ નોંધાયેલા 2,858 કેસ કરતાં 12 ટકા ઓછા છે. આ દર્શાવે છે કે કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. આ સાથે એ પણ માહિતી આપવામાં આવી છે કે આ સમયગાળા દરમિયાન ચેપને કારણે 13 લોકોના મોત થયા છે.