આજે પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીનો સાતમો પદવીદાન કાર્યક્રમ યોજાયો છે. જેમાં દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દીક્ષાર્થી વિદ્યાર્થીઓને દીક્ષા પ્રવચન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવાની સાથે મુકેશ અંબાણીને પણ શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત યુનિવર્સિટી વડાપ્રધાન મોદીનું સપનું પણ ગણાવ્યું હતું. તેમણે ભારતના વિકાસ અંગે વાત કરી હતી અને કાશ્મિરને ભારતનું અભિન્ન અંગ ગણાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને ગાંધીબાપુના 150મી જન્મ જ્યંતિના અવસર ઉપર એક નાનો સંકલ્પ લેવા માટેનું આહવાન કર્યું હતું.તેઓએ વધુ કહ્યું હતું કે મુકેશભાઇએ આ યુનિવર્સિટીમાં ઘણું બધું કર્યું છે. તેઓ પોતાના પિતાની જેમ ઉદ્યોગમાં સફળ તો છે. પરંતુ યુનિર્સિટીને પણ 12 વર્ષમાં કોઇપણ શિક્ષણથી ઓછું યોગદાન આપનાર નથી. હું મુકેશભાઇ અને તેમના પ્રયત્નોને શુભેચ્છાઓ પાઠવું છે.
તેઓએ વધુમાં કહ્યું હતું કે આજે હું કહેવા માંગું છું કે આવનાર જમાનો ગ્વોબલ વોર્મિંગનો છે. આપણે આ અંગે વિચારવું પડશે. દિનદયાલ યુનિવર્સિટી પ્લાસ્ટિક રિસાયકલિંગ અને ઇકોફ્રેન્ડલી પ્લાસ્ટિક અંગેના રિસર્ચ કરે. કુદરતનું ક્યારે શોષણ ન કરવું જોઇએ તેનું દોહન કરવું જોઇએ આ સિદ્ધાંત પંડિત દિન દિલદયલ માનતા હતા.
તેઓએ વધુ કહ્યું હતું કે આજે હું તમને બધાને કહેવા માંગું છે કે તમે આ યુનિવર્સિટી સાથે સંકળાયેલા છો એટલે તમે ભાગ્યશાળી છો. આ વિદ્યાલય વડપ્રાધાન મોદીનું સપનું હતું. તેમણે વધું જણાવ્યું હતું કે, પહેલા માત્ર સરકાર ચલાવતા હતા. હું વિદ્યાર્થીઓને કહેવા માંગું છું કે, આવનારા ભવિષ્યમાં તમારે દેશ ચલાવાનો છે. તમે દેશનું ભવિષ્ય છો. એવું પણ દેશના ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું.
તેઓ વધુમાં કહ્યું હતું કે પાંચ વર્ષમાં દેશમાં શું પરિવર્તન થયું છે એ આપણે જાણવું જોઇએ. 2019 વર્ષમાં ભારત આજે પણ વિશ્વમાં સૌથી વધારે આગળ ધપતી અર્થવ્યવસ્થા છે. વડાપ્રધાને એક ઊંચું લક્ષ્ય રાખ્યું છે કે, ભારતે હવે નીચું લક્ષ્ય રાખવું ન જોઇએ.