રાજ્યમાં કોરોના કહેર ચાલી રહ્યો છે એવામાં કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે રાજ્યની વિધાનસભાની 8 બેઠકોમાંની ચૂંટણીની તારીખો પણ જાહેર કરી દેવાઇ છે. એવામાં કોરોના કાળમાં ચૂંટણી યોજાતી હોવાના કારણે ચૂંટણી પંચ દ્વારા ખાસ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી યોજવા માટે ખાસ વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. જેમાં આ વખતે વૃદ્ધ, દિવ્યાંગ ઉપરાંત કોરોના પીડિત દર્દીઓ ઘરે રહીને જ ટપાલથી પોતાનો મત આપી શકશે. આ માટે ટપાલથી મતદાન કરવા માટે મતદારે જરૂરી દસ્તાવેજો સાથે ચૂંટણી અધિકારીને અરજી કરવાની રહેશે.
નોંધનીય છે કે કોરોનાના કહેરને ધ્યાનમાં રાખતા આ વખતે ચૂંટણી પંચે એવું નક્કી કર્યું છે કે, 80 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ કે પછી દિવ્યાંગ હોય અથવા કોઇ કોરોના પોઝિટિવ વ્યક્તિ હોય તેઓ ટપાલથી પણ મતદાન કરી શકશે. જો કે એ માટે મતદારે ફોર્મ-12 ડીમાં જરૂરી વિગતો-દસ્તાવેજો સાથે ચૂંટણી પંચને અરજી કરવાની રહેશે. આ માટે ચૂંટણીનું જાહેરનામું બહાર પડે તેનાં પાંચ દિવસની અંદર જ અરજી કરવાની રહેશે. કોરોના પોઝિટિવ દર્દીએ આરોગ્ય અધિકારીનું પ્રમાણપત્ર પણ આપવું પડશે. આવી તમામ અરજીઓની યોગ્ય ચકાસણી કર્યા બાદ જ ચૂંટણી અધિકારી દ્વારા મતદારને ટપાલ મતપત્ર આપવામાં આવશે.