હાઇવે પર પ્રવાસ કરતાં વાહનચાલકોને હવે ટૂંક સમયમાં સરકારી કંપનીઓના અને બે ખાનગી કંપનીઓના પેટ્રોલ પંપ ઉપરાંત વધુ એક વિકલ્પ મળશે. અદાણી ગ્રૂપ અને ફ્રાંસની અગ્રણી કંપની ટોટલ એસએ દ્વારા દેશના ઝડપથી વિકસતા જતા પેટ્રોલ અને ડીઝલના રિટેલ બિઝનેસમાં પ્રવેશવાની તથા જહાજ દ્વારા લાવવામાં આવતા ગેસને સંગ્રહિત કરવા ટર્મિનલ વિકસાવવા પાર્ટનરશિપની જાહેરાત કરવામાં આવી હતી.
આ સંયુક્ત સાહસ અન્વયે આગામી ૧૦ વર્ષમાં મુખ્યત્વે હાઇવે ઉપર ૧૫૦૦ પેટ્રોલ પંપ સ્થાપવામાં આવશે, આ પેટ્રોલ પંપ દ્વારા કાર માટે સીએનજી અને ટ્રક માટે એલએનજી આપવા ઉપરાંત સર્વિસિઝની સુવિધા પૂરી પાડવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે સીએનજી રિટેલ સહિત અદાણીનો શહેરનો ગેસ બિઝનેસ ખરીદવા બાબતે પણ ચર્ચા વિચારણા કરી રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એસ્સાર બાદ અદાણી ત્રીજી ભારતીય ખાનગી કંપની બની રહેશે જે ક્રૂડ ઓઇલના બિઝનેસમાં પ્રવેશશે.