સુરતમાં આજે શનિવારે કઠોર સાયન રોડ પર આવેલી મેપલ વીલા સોસાયટીના રહીશ પર તલવારથી હુમલો કરાયો હતો. સોસાયટીના ઓર્ગેનાઇઝર અને તેની પત્ની તથા ભાઈ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. કોમન પ્લોટની ચાલતી બબાલને લઈ કરાયેલા આ હુમલામાં સોસાયટીના મહેશ મૂંગલપરા નામનો શખ્સ ગંભીર રીતે ઘાયલ થયો છે.