ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં નવી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની આમ આદમી પાર્ટી (AAP)એ ખાતું ખોલાવ્યું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર 16માં આમ આદમી પાર્ટીની આખી પેનલની જીત થઈ છે. આ સાથે જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવી દીધું છે. આ ઉપરાંત અન્ય વોર્ડમાં પણ પ્રારંભિક વલણ પ્રમાણે આમ આદમી પાર્ટીના ઉમેદવારો આગળ ચાલી રહ્યાનું જાણવા મળ્યું છે. વોર્ડ નંબર 16 બાદ વોર્ડ નંબર 4ની આમ આદમી પાર્ટીની પેનલની જીત થઈ છે.